STORYMIRROR

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

જગ્યા

જગ્યા

1 min
13.6K


જગ્યા નથી એ રોજની રામાયણ છે

જગ્યા ક્યાં નથી ?  કેવી પળોજણ છે

વિશાળ અવકાશ શું નાનું જણાય છે

ગગનચુંબી પર્વત વાદળે ટકરાય છે

બે ઓરડીમાં દસ જણ પોષાય છે

બંગલામાં હનુમાનજી હડીઓ કાઢે છે

પ્રેમ સભર ઘરમાં જગ્યા, જગ્યા જ છે

‘સાંકડે માંકડે’ શબ્દની જેમ સમાય છે

કાળા માથાના માનવીને વરતાય છે

કારણ જગ્યાનો અભાવ દિલમાં છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational