જગતનો તાત
જગતનો તાત
મહેનત મારી રંગ લાવી,
0હૈયે હરખની હેલી આવી.
ધરતી ખેડી , વાવ્યા'તા બીજ,
ત્યાં ખીલી છે કૂંપળોની ત્રીજ.
ઠંડી, ગરમી,વર્ષમાં ન ઊભો રહેતો,
તકલીફોથી જે કદીય ન ઝુકતો.
પાણી સંગ વહાવ્યો છે પરસેવો,
પછી ક્યાંથી પાક થાય જેવો તેવો ?
આસ્થા અને આશાનું નાખ્યું છે ખાતર,
મહેનત પર પ્રભુ ફેરવીશ કાતર.
ધરતી શોભતી પહેરી ચૂંદડી લીલી,
જોઈ એને ખેડૂતને મોઢે આવી લાલી.
અન્ન પૂરું પાડી, બનતો જગતનો તાત,
જાણે પ્રભુનો છે બીજો અવતાર.
