STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

જગત એક નિશાળ

જગત એક નિશાળ

1 min
27.5K


જગત છે એક સમજવાની નિશાળ,

જગત છે એક શીખવાની નિશાળ,


ડગલેને પગલે કૈં ને કૈં મળતું સહજ,

જગત છે એક ભૂલવાની નિશાળ,


કેટલુંય ગુમાવવું પડે સમજણ ખાતર,

જગત છે આપીને પામવાની નિશાળ,


સહનશીલતાના પાઠ શીખવતું સૌને,

જગત છે ત્યાગીને હરખવાની નિશાળ,


મળતો અનુભવ વસૂલ કરે છે કિંમત,

જગત છે વેરીને વીણવાની નિશાળ,


ભૂલ કેટકેટલું હરી લે છે જીવનમાંથી,

જગત છે ભૂલીને ગણવાની નિશાળ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational