STORYMIRROR

Margi Patel

Drama

3  

Margi Patel

Drama

જેવી મજા નહીં કંઈ...

જેવી મજા નહીં કંઈ...

1 min
141

ફર્યા લંડન, પેરિસ, ન્યૂયોર્ક ને અમેરિકા 

પણ, વતનના ગામડા જેવી મજા નહીં કંઈ ... 


ખાધા ઘણા પીઝા, બર્ગર, ગાર્લિક બ્રેડ ને ફ્રેન્ચફ્રાઇઝ,

પણ વતનના બોર, કાકડી ને રોટલા જેવી મજા નહીં કંઈ .. 


રમ્યા ખુબ ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ ને બૅટમિન્ટન,

પણ, વતનના ગિલીડંડા, સંતાકૂકડી, ને સતોલિયા જેવી મજા નહીં કંઈ...  


કર્યાં ઘણા ગેટ ટુ ગેધર, ફેસબુક ને વોટ્સએપના ગ્રૂપ 

પણ, વતનના ઓટલે બેસી વાતો કરવાની મજા નહીં કંઈ .... 


આવ્યા પરફયુમ અનેરા ગુલાબ, જાસ્મીન ને ચંપા, 

પણ, વતનની માટીની અનેરી સુગંધ જેવી મજા નહીં કંઈ... 


બેસ્યા ખુબ જ ઓડી, બીએમડબલ્યુ ને જેગવારમાં 

પણ વતનની બળદગાડી જેવી મજા નહીં કંઈ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama