STORYMIRROR

Mahebub Sonaliya

Thriller

3  

Mahebub Sonaliya

Thriller

જે પામ્યો નથી તેને ખોવાનો ભય

જે પામ્યો નથી તેને ખોવાનો ભય

1 min
26.2K


જે પામ્યો નથી તેને ખોવાનો ભય છે,

ખુદાને ખબર કે આ કેવો સમય છે,


ખબર છે ક્યાં સારા થવાનો સમય છે,

છું લાચાર કેવું હઠીલું હ્રદય છે,


હવે આપણું મૌન તૂટે તો સારું,

ઘણો આપણાં બંને પાસે સમય છે,


મગજથી કોઈ શેર કહીને બતાવો,

કવિતા, ગઝલ લાગણીનો વિષય છે,


એ પલટાવે બસ એક પળમાં જ પાસા,

સમયસર તું ચેતી જા આ તો સમય છે,


ગઝલ રૂપે સ્તુતિ તમારી કરું છું,

થયો લાગણીનો અનેરો વિજય છે,


બધાં હસતાં ચહેરાનું દુઃખ જોઇ લાગે,

ખરેખર શું 'મહેબુબ' આ સર્વોદય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller