STORYMIRROR

amita shukla

Romance Inspirational

3  

amita shukla

Romance Inspirational

જડી ગઈ તારી નિશાની

જડી ગઈ તારી નિશાની

1 min
186

હળવે હળવે રસ્તે ચાલતાં, 

જડી ગઈ તારી નિશાની,


અવાજના સૂર મહેસૂસ કર્યા,

વાંસળીના સૂર રેલાઈ રહ્યા,

હળવે હળવે રસ્તે ચાલતાં,

જડી ગઈ તારી નિશાની,


મોરપીંછની રજાઈ મળી,

કાન્હા તારી સાબિતી મળી,

હળવે હળવે રસ્તે ચાલતાં,

જડી ગઈ તારી નિશાની,


વૃક્ષોથી ભરેલા જંગલોમાં,

કદમ કેરી ડાળી જડી,

હળવે હળવે રસ્તે ચાલતાં,

જડી ગઈ તારી નિશાની,


નાના પગલાંની છાપ શોભે,

રૂમઝૂમ રૂમઝૂમ પાયલ બાજે,

હળવે હળવે રસ્તે ચાલતાં,

 જડી ગઈ તારી નિશાની,


હીંચકો ઝૂલે મધુવનમાં,

સંગ હદયેશ્વરી રાધારાણી,

હળવે હળવે રસ્તે ચાલતાં,

જડી ગઈ તારી નિશાની,


તંબુરાનાં તારમાં સમાઈ ભક્તિ,

'અમી' મગન બની કાન્હામાં લીન,

હળવે હળવે રસ્તે ચાલતાં,

જડી ગઈ તારી નિશાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance