STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જાત સાથે સંવાદ કરવાનું મેં શીખી લીધું

જાત સાથે સંવાદ કરવાનું મેં શીખી લીધું

1 min
6

સોનાનો વરખ ચડાવેલા, અંદરથી પીત્તળના છે સંબંધો,

બસ દિલની દીવાર પર આ કોતરી,

જીવતા શીખી લીધું મેંં,


સ્વાર્થની કાંચળી ચડાવેલા છે દરેક સંબંધો,

કામથી કામ રાખવાનું મેંં શીખી લીધું,


જલેબીના ગુચળા જેવા અટપટા સંબંધો,

જાતને ગોઠવી જીવવાનું મેં શીખી લીધું,


તૂટેલા અપેક્ષાઓના દર્પણમાં,

ખુદનું પ્રતિબિંબ નિહાળવાનું મેં શીખી લીધું,


મધ મીઠી વાતોમાં છૂપાયેલા સ્વાર્થના ઝેરને મેં પચાવી લીધું,

જાત સાથે સંવાદ કરવાનું મેં શીખી લીધું,


સાચું ખોટું દિલમાં દબાવી,

ચહેરા પર સ્મિત રાખવાનું મેં શીખી લીધું,


રોજની પરેશાનીથી આ ઘાયલ થાય હૈયું,

મારાથી છાનું રાખતા મેં શીખી લીધું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational