STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

જાંબુભાઈ હરખાયા

જાંબુભાઈ હરખાયા

1 min
292

ચોમાસાની ઋતુ આવી

જાંબુભાઈ બહું હરખાયા

ચોમાસાભાઈ આવ્યાં

વરસાદને સંગાથે લાવ્યાં,


ઝાડ પર વાદળી વાદળી

જાંબુ લટક્યા છે લૂમેઝૂમે 

પવન સાથે વાતુ કરતા

પાંદડાને એતો ધીરેથી ચૂમે

જાંબુ તો પોતાને જોઈ

મનમાંને મનમાં મલકાયા

ચોમાસાની ૠતુ આવી

જાંબુભાઈ બહું હરખાયા,


બાળકો સૌ પથ્થરા મારે

તોય જાંબુભાઈ ના ખીજાય

બાળકોને જાંબુ ખાતા જોઈ

જાંબુ આનંદમાં આવી જાય

જાંબુભાઈ ધીરેથી પૂછતાં

તમને મારા જાંબુ તો ભાવ્યા

ચોમાસાની ૠતુ આવી

જાંબુભાઈ બહું હરખાયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children