જાગો જાગો
જાગો જાગો
જાગો... અરે... ! ભાગો...
કંઇક કરી બતાવો,
રાહ જોઈને બેઠું છે ઉજ્જવળ ભવિષ્ય,
સ્થિરતાને ત્યજીને વર્તમાનને દોડતું કરો !
અંતરમનમાં સૂતેલા સિંહને જગાડો,
નિર્બળ અને આળસુ બનીને બેઠાં છે મૃગ શાને ?
જાગશે જો અંતરમન રૂપી સિંહ,
બનશે નિર્બળ હરણાં પણ સિંહ !
આળસ ત્યજીને જાગો... ભાગો...
ઉજ્જવળ ભવિષ્ય જુએ છે તારી રાહ.