STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

જાદુઈ દુનિયા

જાદુઈ દુનિયા

1 min
198


પક્ષી તણી સંભળાય મીઠી વાણી

 માનવતાની દુનિયા સોહામણી

કેવી છે આ જાદુઈ દુનિયા અનેરી,


ઊંચા ઊંચા આભમાં કરીએ સવારી

માછલીની જેમ પાણીની મુસાફરી

કેવી છે આ જાદુઈ દુનિયા અનેરી,


પળભરમાં પહોંચાડે વિદેશ સવારી

આ તો વૈજ્ઞાનિક તણી શોધ ન્યારી

કેવી છે આ જાદુઈ દુનિયા અનેરી,


વૃક્ષો તણાં છાંયડે શીતળતા અનેરી

ઑક્સિજન કેરી ભરપૂર વહે કયારી

કેવી છે આ જાદુઈ દુનિયા અનેરી,


વિશ્વ સાથે વાતચીત લાગે મીઠી

એવી ટેકનોલોજીની કમાલ દીઠી

કેવી છે આ જાદુઈ દુનિયા અનેરી,


ઊંચા ઊંચા બિલ્ડિંગ બને ઝટપટ

મશીનરી થકી એ લાગે રમઝટ

કેવી છે આ જાદુઈ દુનિયા અનેરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational