STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ઈશ્વરે સર્જ્યો છે આનંદનો અવસર

ઈશ્વરે સર્જ્યો છે આનંદનો અવસર

1 min
153

ચિંતાઓ બધી છોડો તો મળશે આનંદ,

ફરિયાદો કરો દૂર તો મળશે આનંદ,


ઈશ્વરે તો સર્જ્યો છે આનંદનો અવસર,

કરો ઝરણા તરફ નજર કેવું વહે છે !

સદા વહેતા રહેવાનું એ કહે છે,


કરો દરિયા તરફ નજર કેવો દુઃખને અવગણે છે !

સદા આપતા રહેવાનું એ માનવીને કહે છે,


કરો વૃક્ષ તરફ નજર કેવા મીઠા ફળો આપે છે,

પથ્થર ફેંકનારને પણ મિત્ર બનાવો એમ એ કહે છે,


કરો સરિતા તરફ નજર કાંટા કાંકરાને કેવી રીતે એ અવગણે છે,

જીવનમાંથી દુઃખોની બાદબાકી કરો એમ એ કહે છે,


કરો સૂરજ તરફ નજર કેવો દુનિયાને ઉજાસ એ આપે છે !

બીજા ખાતર જીવવાનું એ કહે છે,


પ્રકૃતિના કણ કણમાં છે આનંદ,

માનવી ધન દોલતમાં શોધી રહ્યો આનંદ,

ઉદાસી અને આનંદ તો અહેસાસ છે મનનાં,

જાતમાં અંદર ઉતરીને જુઓ તો ભર્યો છે ઈશ્વરે અદ્ભૂત આનંદ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational