ઈશ્વર
ઈશ્વર


ના શોધ ઈશ્વરને તું મંદિરોના આવાસમાં,
એ તો વસે છે તારા વિશ્વાસમાં,
ના જોડ તું ઈશ્વરને તારી કિસ્મતમાં,
એ તો તારી સાથે રહેશે તારી મહેનતમાં,
ના શોધ તું ઈશ્વરને કેસરી કપડાની ભીડમાં,
એ તો તારી સાથે છે તારા પરિવારમાં,
ના સાદ દે તું ઈશ્વરને ઘોંઘાટમાં,
બસ સાચા મન થી યાદ કર આવી જસે એ તારા વિચારમાં,
ઈશ્વર કંઈજ માંગતો નથી કોઈના પાસે,
બસ એને આશ છે તું કંઇક આપે જરૂરિયાત મંદોને દાનમાં,
ઈશ્વરને નથી જોઈતી તારી સેવા,
એને ઈચ્છા છે તું કરે સેવા સમાજમાં,
તે છતાં ઈશ્વર માટે કંઈ કરવું હોય તો,
પ્રેરણા રૂપ બન જીવન સંસારમાં,
બસ એટલું કર,
આખું જગત પૂજશે તને ઈશ્વરના રૂપમાં.