STORYMIRROR

Kailash Vinzuda

Inspirational Others

3  

Kailash Vinzuda

Inspirational Others

ઈશ્વર તુજની અંદર છે

ઈશ્વર તુજની અંદર છે

1 min
20.2K


મંદિરે જે તું પુજે છે એ બધાં પથ્થર છે,

નીરખીને જો તું ઈશ્વર તુજની અંદર છે.


ફુલની ફોરમ નિચોવીને ગયો છે ભમરો,

ત્યારથી એ ખૂબ મોટો એક તવંગર છે.


દોષ ના દો કોઈ પણ ભોળા પતંગિયાને,

દેશનું લોહી પિવાવાળા બધાં મચ્છર છે.


કોઈ ડાળે પર્ણ નથી ને એ છતાં ઊભું છે,

એટલે એનુ ઘણું સારું અહીં મુકદ્દર છે.


હું ગઝલમાં વેદનાઓને લખી કાઢું છું,

એટલે મારાં દર્દો પણ સાવ છૂમંતર છે.


ક્યા નજાક્ત ફુલની કોઈ હવે જુએ છે,

નેં સહુને મન લટકતું ડાળ પર અત્તર છે.


શ્વાસની નૌકા ગમે ત્યારે ડુબી જાઈ છે,

એટલે ક્યાં માનવી કોઈ હવે સધ્ધર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational