ઈશ્વર ફળ્યા
ઈશ્વર ફળ્યા
ધોરીડા લઈને આજે માર્ગે વહેતા કર્યા
ખેતર ખેડવા પગ મેં જ્યાં ઉપાડ્યા
ઇશ્વર આજે ધરતી પર સાક્ષાત આવ્યા
ખેતર ખેડીને સમથળ એને કર્યા
મેહુલાને આવવાના સાદ મેં પાડયા
ઈશ્વર આજે ધરતી પર સાક્ષાત ફળ્યા
વાવ્યા મેં અનાજના બીજ જ્યાં
એતો કુંપળ બની ફુટી નીકળ્યા
ઈશ્વર આજે ધરતી પર સાક્ષાત ફળ્યા
લીલી ચૂંદડી ઓઢી મા ભોમ હરખાયા
આજે મૉલ લીલાછમ થઈ ઉભા
ઈશ્વર આજે ધરતી પર સાક્ષાત ફળ્યા
મેં વાવ્યા તો અનાજના કણ થોડા
મા ભોમે મને ગાડા ભરીને આપ્યાં
ઈશ્વર આજે ધરતી પર સાક્ષાત ફળ્યા
ઈશ્વર આ તારા ખેતરને તારા દાણા
મેં તો મહેનત રૂપી ફળ માગ્યા
ઈશ્વર આજે ધરતી પર સાક્ષાત ફળ્યા
