STORYMIRROR

Dina Chhelavda

Romance

4  

Dina Chhelavda

Romance

ઈશારે થૈ વાતો

ઈશારે થૈ વાતો

1 min
325

નથી કોઈ ઓળખ નથી કોઈ નાતો,

છતાં આજ હૈયે હરખ ક્યાં સમાતો, 


મને યાદ આવે, મુલાકાત સૌ એ,

હૃદયમાં સવાલો ! ઈશારે થૈ વાતો, 


રચાયો જ્યાં સંગમ શબદ સાથ સૂરે,

રહ્યો છે સદાયે શબદ સાથ નાતો,


નથી કોઈને કહી એ અઢળક વાતો,

ને દોસ્તીનો રંગ આમ ઘેરો ઘૂંટાતો,

 

જનમો જનમના આ સંબંધ કેવા,

સખી હું વિચારું ને તોય ખૂશ થાતો,


હરેક શ્વાસ ભીના ને સપનાં ય ભીનાં

નિહાળી ઝલક જામ ગીતો ય ગાતો, 


બહારે ને અંદર ઊગે આથમે છે,

આ સૂરજ મજાનો લપાતો છૂપાતો, 


થતાં એકરારે છૂપાતો એ ચંદ્ર,

મિલનથી સદાયે છૂપાઈ મલકતો, 


હૃદય તો વહાવે મધુરા જ ગીતો,

સજન હું બની પ્રેમરંગે હું ગાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance