ઈનામ
ઈનામ
ખુદા તો છે પાક રુહથી થયેલી નેક ઈબાદતનું ઈનામ,
ને આઝાદી તો છે સરહદે જવાનોની શહાદતનું ઈનામ !
અચાનક જ કદી નજરની ધૂપ પડે જો સૌંદર્ય પર,
પછી અલગારી ઈશ્ક છે એ નમણી નજાકતનું ઈનામ !
ભલે ને લાખ ઈલજામ આપે જમાનો અમારી ગુસ્તાખી ઉપર,
કાયમ જ તીખી તહોમત છે અહીં મહોબ્બતનું ઈનામ !
માલામાલ જ થયો છું દિલોજાન દોસ્તોના નિ:સ્વાર્થ પ્રેમથી,
છે નેહથી નીતરતી મારી પર રબની રહેમતનું ઈનામ !
દીકરીને વળાવીને બેઠેલા એક બાપને જુવો તો ખબર પડે,
આંખના આંસુઓ છે કાળજાના કટકાની રૂખસતનું ઈનામ !
નથી મરજી હવે કોઈ જ ધન દોલત મેળવું આ ઉંમરે,
તોય ઉભરાય ઝોળી આનંદથી,કેવું આ કિસ્મતનું ઈનામ !
નથી જોવો "પરમ" તોય દેખાય રહ્યો ચો તરફ એ જ મને,
એ તો છે હોશથી પામેલા મારા જ "પાગલ" પનનું ઈનામ !
