STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

ઇચ્છાઓ કર પૂરી.

ઇચ્છાઓ કર પૂરી.

1 min
327



ઈચ્છાઓ હોય અધૂરી,

તો જીંદગી પણ ક્યાં થઈ છે પૂરી,

સપનાઓ હકીકત છે,

ઊભો થા, આગળ વધ, થોડી છે દૂરી,

માન્યું કે ભૂતકાળ ખરાબ હતો,

અટપટો દરેકેદરેક જવાબ હતો,

પણ મિજાજ બદલ ને જહાજ થા,

તું જે કંઈ થા વ્હાલા, બેહિસાબ થા,


કાઢીને ઉછાળ હવામાં, સમયની છૂરી,

ભાવિને બદલી શકે, એવો ફક્ત તુજ,

જખ્મો મટશે દોસ્ત, આવી જશે રુઝ,

બસ સવાલોને, શૂળીએ ચડાવી દઈ,

તું જે કંઈ થા વ્હાલા, લાજવાબ થા,


હાથ પર હાથ મૂકી, બેસવાની ટેવ છે બૂરી,

સફળતા મળશે જ, નક્કી છે મિત્ર,

સાચો રસ્તો, હંમેશા હોય છે પવિત્ર,

સખત કર મહેનત ને મહાન થઈજા તું,

આજ ભવમાં આન, બાન, શાન થઈજા તું,

કરી દે ઇચ્છાઓ પૂરી, જે રહી ગઈ છે અધૂરી,


ઈચ્છાઓ હોય અધૂરી,

તો જીંદગી પણ ક્યાં થઈ છે પૂરી,

સપનાઓ હકીકત છે,

ઊભો થા,આગળ વધ,થોડી છે દૂરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational