હવે
હવે
તું તારી જ ઊંચાઈ માપ હવે.
જપ માનવતાના જાપ હવે.
ઘણું ગુમાવ્યું તે આળસમાં,
તારાથી બનતું તું આપ હવે.
વર્તન એ તો છે દર્પણ સાચું,
ધ્યેય પામવાને રસ્તો કાપ હવે.
કોઈ ગમે તેમ કહે તારા વિશે,
આત્મા કહેશે આપોઆપ હવે.
ભૂલો તારી કહી રહી છે કાનમાં,
ફરીફરી ન ખાઈશ થાપ હવે.
