હવે
હવે
હામ છે ખમવાં ઘણી બંદૂકની ગોળી હવે.
લાશના ઢગલા થશે આ ખૂન જો ખોલી હવે.
કે કહી દો દુશ્મનોને આ ભણી આવે કદી,
દેશ કાજે જીવ પણ આપી જશું બોલી હવે.
ન્હોર આ સાવજ સમાં છે કાળજાઓ નોંચવા,
દાઝથી તીખું પછી જો બોલશો તોલી હવે.
રક્તના ટીંપે ઘણી મોંઘીય આઝાદી મળી,
ને ફકીરો આપતાં 'ગ્યાં પ્રેમની ઝોળી હવે.
જો ઘણુંયે ખેલતાં'તા લાલ રંગે એ બધાં,
લાલ પીળી ઉજવાતી હાલ તો હોળી હવે.
સજ્જ બેઠાં સૈનિકો કશ્મીરની છે ગોદમાં,
શાંત આ મારા નગરને જો તુંય ડહોળી હવે.
કેસરીએ શાન, નિર્મળતા ધવલ રંગે મળી,
રંગ ધરતીએ ધર્યો, લીલાશને ચોળી હવે.
