હૂંફ
હૂંફ
જીવન જીવવા માટે દરેકને એક હૂંફની આશ છે,
હૂંફ મળે તો દરેકની જિંદગી ખાસ છે,
જેમ વાદળની હૂંફથી પીગળે આકાશ,
સંતાનની હૂંફથી માતપિતાના હૈયે પ્રસરે ભીનાશ,
દરેકને હોય છે એક હૂંફની આશ,
આ સાગરને છે સરિતાની હૂંફ,
ચાંદ તારાને છે આકાશની હૂંફ,
પાંદડા ને છે વાયરાની હૂંફ,
માનવીને છે પરિવારને ઈશ્વરની હૂંફ,
આ બાગને છે ફૂલોની હૂંફ,
આ સંતાનો ને માં બાપની હૂંફ,
એના થકી એના ચહેરા પર સ્મિત.
