હું તો એક કોડિયું છું
હું તો એક કોડિયું છું
હું તો એક કોડિયું છું,
ભલે સૂરજ ના થઈ શકું પણ અંધકાર ભરી રાત્રે પથદર્શક તો બની શકું,
મારામાં જ ઉજાસ અને મારામાં જ તિમિર છે,
જે છે એ મારા આત્મવિશ્વાસનો પ્રભાવ છે,
અંધકાર એ તો મારી શ્રદ્ધાનો અભાવ છે,
હું એક કોડિયું છું,
ભલે ને હોય અંધકાર તોય રાહીને પ્રકાશ આપવા મથું છું,
મારા અસ્તિત્વ માટે હું હવા સાથે લડું છું,
નવીન જોમ નવીન ઊર્જા આપું છું,
અંધકારને પણ જો ને પળભરમાં ભગાડું છું,
હું તો એક કોડિયું,
હું સૂરજ નથી હું તો એક કોડિયું છું,
ઊગતા સૂરજને પૂજે સૌ અહીં,
કોડિયાંની ચર્ચા ક્યાં કોઈ કરે છે,
મારા અસ્તિત્વ કાજે હવા સાથે લડું તોય,
મારી હસ્તીનું ક્યાં કોઈ મહત્વ સમજે છે,
હું તો એક.
