Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Inspirational Abstract Classics

2.9  

Shaileshkumar Pandya

Inspirational Abstract Classics

હું શિક્ષક છું...

હું શિક્ષક છું...

1 min
10.1K


મને ખાલી પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક છું. 

મને માનવ ધર્મનો સાર ન આપો, હું શિક્ષક છું. 

મારે સાંકળ નહીં ઝાકળ ઝીલવાની હોય છે, 

આંખે મારી સરોવર બંધિયાર ન આપો, હું શિક્ષક છું. 

મારે તો ચાંદ સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં, 

સાવ મને મશિનનો આકાર ન આપો, હું શિક્ષક છું. 

હું મથું છું ચોમાસું જીવતું કરવા રોજેરોજ, 

મને સુકકા રણની રેતી ચિક્કાર ન આપો, હું શિક્ષક છું. 

હું તો શાળાના વૃક્ષનું પતંગિયું છું ભલા આમ, 

લડવા હવા સાથે મને તલવાર ન આપો, હું શિક્ષક છું. 

હથેળીમાં મે હુંફ સાચવી છે લાગણીની, 

તમે મારી હસ્તિને અંગાર ન આપો, હું શિક્ષક છું. 

આખો હિમાલય ખળભળે છે મારી ભીતર, 

મને ખળખળ કોઈની ઉધાર ન આપો, હું શિક્ષક છું. 

મારી ડાળે ડાળમાં ફુટે છે આનંદની ટશરો, 

મને ઉદાસી ભરેલી કોઈ સવાર ન આપો, હું શિક્ષક છું. 

હું નથી મ્હોતાજ કોઈ અવોર્ડ કે પ્રમાણપત્રોનો, 

ખોટો સાવ નાટકીયો પ્યાર ન આપો, હું શિક્ષક છું. 

હું ફુલ છું નાજુક ભણતરનુ, ભણાવવા દ્યો, 

કરમાઈ જાવ એવા કામ હજાર ન આપો, હું શિક્ષક છું. 

શાળા, બાળક, શબ્દો ને પ્રેમ ચાર ધામ છે મારા, 

મને કાશી, મથુરા કે હરિદ્વાર ન આપો, હું શિક્ષક છું.

શિક્ષક દિનની શુભેચ્છાઓ..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational