હું પણ બની મા
હું પણ બની મા
મા લખાતી તું તો ખૂબ બહાર,
પણ ઘરમાં ક્યારેય વંચાઈ નહિ,
નોકરી તો તારી ખૂબ અઘરી,
હવે સમજાયું જ્યારે બની હું પણ મા.
ચોવીસ કલાકની ડ્યુટી,
રિસેસ મળે ના એક પણ,
પગારમાં માત્ર કામ ને વળી,
ક્યારેક ગુસ્સાનો શિકાર.
મા તું ગજબનું ધૈર્ય ને,
હું છીછરો સાગર,
એ ઊંડાણ, ગહેરાઈ, અને ધૈર્ય,
હવે સમજાયું જ્યારે હું બની મા.
તું આશિષનું ઝરણું,
એમાં તરતું હું તારું તરણું,
એ તરણું બન્યું હવે ઝરણું,
કેમ કે હું પણ બની તારા જેવી મા.
