હું નથી જાણતો
હું નથી જાણતો
હું નથી જાણતો એ અલગ જ રાત હતી
હું નથી જાણતો કંઈક એના માજ વાત હતી
હું નથી જાણતો એનો અવાજ શ્રાવ્ય હતો
હું નથી જાણતો એનો દરેક શબ્દ કાવ્ય હતો
હું નથી જાણતો એના વાતમાં સચ્ચાઈ કેટલી હતી
હું નથી જાણતો એની દરેક લાગણીમાં ઠગાઈ કેટલી હતી
હું નથી જાણતો એના આંખોમાં કેટલો ભીનાશ હતો
હું નથી જાણતો એના હાસ્યમાં કેટલો વિનાશ હતો
હું નથી જાણતો એનામાં મેં શુ જોઈ લીધું હતું
હું નથી જાણતો એને પામ્યા પછી મેં શુ ખોઈ લીધું હતું
હું નથી જાણતો એની કેટલી અતુલ્ય મીઠી યાદ હતી
હું નથી જાણતો એના પછી મારી જિંદગી બરબાદ હતી

