મારી સવાર
મારી સવાર
એક તાજગી ભરેલી સવાર,
બસ યાદ આવે તું વારંવાર,
જ્યારે જોવું છું ઊગેલા સૂરજને,
યાદ આવે છે તારી દરેક ઝલક મને,
જ્યારે સ્પર્શ કરુ છું શીતળ જળને,
યાદ કરીને નિરાશ થઈ જાઉં તારી દરેક પળને,
ફૂલોની મધુર સુગંધ ફેલાય રહી છે આકાશમાં,
તુંં છવાઈ જાય છે મારા જીવનમાં,
જ્યારે ચ્હા જોયો પ્યાલામાં,
ખોવાઈ ગ્યો તારા ખ્યાલોમાં,
એ જિંદગી આ કોઈ ગેઇમ તો નથી ને,
મને થયેલા પ્રેમનો કોઈ આ વહેમ તો નથી ને.

