હું નહીં આપણે
હું નહીં આપણે
તું મારો શ્યામ ને હું તારી શ્યામલી,
જિંદગીનાં સફળ જીવનનાં આપણે સુકાની.
ગુફતગુ કરતાં મળ્યાં હતા,આપણે સૌ પ્રથમ,
વિચાર્યું, માણ્યું, અને ફેલાયું આપણું સહજીવન,
તડકા-છાંયડા, સુખ દુ:ખ, સૌમાં આપ્યો સહિયારો,
જીવનનાં અંતિમ પડાવ સુધી રહેશે સથવારો,
જીવનનાં અલગ રસના ખટમીઠા ઘૂંટડા પીધા સાથ,
પણ સૌથી સુંદર લાગ્યો પ્રેમઘૂંટડો,
કયાંક હાર્યા, થાક્યા પડયાં પણ રહ્યા તો સાથ,
જીવનનાં મધદરિયે, છીએ તો સાથ,
તું શાંતનો મહાસાગર તો હું ખડખડાટ વહેતી નદી.
તું અથાગ ધૈર્યશીલ તો હું એટલી જ ઉતાવળી,
તું મારો શ્યામ ને હું તારી શ્યામલી, લડતાં ઝઘડતાં પણ રહીશું સાથ હરહંમેશ,
તું કવિતા લખતો તો હું લય ઉમેરતી,
તું ગીત ગાતો તો હું સંગીત ઉમેરતી,
તું મારો શ્યામ તો હું તારી શ્યામલી.

