હું ક્યાં એકલો છું ?
હું ક્યાં એકલો છું ?
હું ક્યાં એકલો છું ?
સંગીતની લહેરો સાથે છે,
સંગીતના અલંકારો સાથે છે,
સંગીતના આલાપ સાથે છે,
સંગીતના રાગ-રાગીણી સાથે છે,
હું ક્યાં એકલો છું ?
તારપુરાનો નાદ સાથે છે,
સ્વર મંડળનો ગુંજારવ સાથે છે,
રાગોની બંદિશ સાથે છે
તબલાનો તાલ સાથે છે,
હું ક્યાં એકલો છું ?
રાગોની મીઠાશ સાથે છે,
રાગોનો રસ સાથે છે,
રાગોના પ્રકાર સાથે છે,
રાગોના પ્રહર સાથે છે,
હું ક્યાં એકલો છું ?
બંદિશની લય સાથે છે,
બંદિશની તિહાઈ સાથે છે,
બંદિશની તાન સાથે છે
બંદિશનો તરાનો સાથે છે,
હું ક્યાં એકલો છું ?
રંગ મંચ પણ સાથે છે,
સંગીત પ્રેમીઓ સાથે છે,
કળાનું સન્માન સાથે છે,
તાળીઓની ગૂંજ સાથે છે,
અંતે એટલું કહેવું છે કે,
શ્યામની "મુરલી" મારી સાથે છે.
