Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Inspirational

5.0  

Sheetal Bhatiya

Inspirational

"હું કોણ છું?"

"હું કોણ છું?"

1 min
326


સમય પુરતો આપી ઘરને,

હું તો સાચવતી કેવી !

છતાંય મારી કોઈ કરે અવહેલના,

તોયે અપનાવી લેતી એવી!

‘સ્વ’ને નીરખી ખુદને જ પુછી લેતી,

હું કોણ છું ?


ગમે તે રીતે પોતાને સજાવવા,

શોધી લેતી હું કોઈ પ્રવૃત્તિ !

મેળવતી આનંદ ને વહેંચતી પણ આનંદ,

નિરાશાને દેતી હું નિવૃત્તિ!

‘સ્વ’ને નીરખી ખુદને જ પુછી લેતી,

હું કોણ છું ?


કોઠાસૂઝથી સમસ્યાઓ પાસેથી પણ,

મેળવતી હું ‘ડિસ્કાઉન્ટ’!

મળતી જે પોકેટમની મુજને,

એને તો સતત કરતી હું ‘કાઉન્ટ’

‘સ્વ’ને નીરખી ખુદને જ પુછી લેતી,

હું કોણ છું ?


હું મારો થોડાઘણાં અંશે,

કરી લેતી આંતરિક વિકાસ પણ!

‘ઘર’ તો ભલે ‘સમાજ’ પણ,

ન લે નોંધ એવી મારી ક્ષણ!

‘સ્વ’ને નીરખી ખુદને જ પુછી લેતી

હું કોણ છું ?


સમાધાન કરતાં કરતાં તો મારું,

અડધું જીવન જ થઈ ગયું વ્યતિત !

‘સ્વમાન’ ને કદી ન પહોંચે ઠેસ,

‘સ્વપ્નીલ‘ બની કર્યુ મેં સ્વપ્ન સ્થગિત!

‘સ્વ‘ને નીરખી ખુદને જ પુછી લેતી,

હું કોણ છું ?


હું તો છું,

દયા, પ્રેમ, ક્ષમા, લજ્જાશીલ !

શૌર્ય, દ્ઢતા, બલિદાન, કર્તવ્યશીલ!

ધરતી પર સ્વર્ગ રચનારી કલા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational