STORYMIRROR

Hiren Maheta

Inspirational

4  

Hiren Maheta

Inspirational

હું ઝળહળતો શિક્ષક છું...

હું ઝળહળતો શિક્ષક છું...

1 min
44

જ્યોતિર્મય દીપકને કરતો, 

તેજ સુરજમાં ભરતો,

શબ્દોની સરિતાઓમાં પણ 

જ્ઞાન ભરીને તરતો,

ગુરુસ્થાન પર બેઠેલો હું આ જગતનો શીર્ષક છું,

નવી રાહ ને નવી ફતેહો હું જગનો પથદર્શક છું.

હું ઝળહળતો શિક્ષક છું.


પરશુરામ ને ગુરુદ્રોણનું,

સ્થાન સદાય પામ્યો,

ચાણક્યની રાષ્ટ્રભક્તિનો, 

મર્મ હવે અપનાવ્યો,

ભારત માના ખોળે હું તો અધિકારનો રક્ષક છું,

કપટ, કુટિલ, અન્યાયી નીતિનો હું થઇ જાતો ભક્ષક છું,

હું ઝળહળતો શિક્ષક છું.


તિમિર ભગાડી, તેજપુંજનું, 

આસન પાથરી બેસું,

ઘરે ઘરે હું જ્ઞાન બનીને, 

અજવાળું લઇ પેસું,

હું તો માનું છું જગ માટે ગૌરવમય ગવેષક છું,

મનની મક્કમતા ધરીને થઇ જાતો નભસ્પર્શક છું,

હું ઝળહળતો શિક્ષક છું.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational