હું ગુજરાતી
હું ગુજરાતી


હા, હું ગુજરાતી, માતૃભાષા મારી છે ગુજરાતી,
વિશ્વની ભલે હજારો ભાષા પ્યારી છે ગુજરાતી,
અંગ્રેજીનો ભલે હો ભભકો આજે સારા વિશ્વમાં,
સર્વે ભાષાઓમાં જુઓ મીઠીને ન્યારી છે ગુજરાતી,
'મા'નું હેત સમાયું હર શબ્દમાં હંમેશા લાગે એવું,
ભલે શીખો અંગ્રેજી પણ સૌથી સારી છે ગુજરાતી,
નરસિંહ, મીરાંને કબીરના ભજન રચાયાં છે એમાં,
ગુજરાતના કવિઓની રાજ દુલારી છે ગુજરાતી,
દેશ-વિદેશમાં પણ સઘળે આજ વિસ્તરી છે કેવી,
ગૌરવથી સૌ એ ત્યાં પણ સ્વીકારી છે ગુજરાતી,
આવજોમાં જે મીઠાશ ભરી, ગુડબાયમાં ન લાગતી,
લાગણીને અર્થસભર બ્દોની સવારી છે ગુજરાતી,
વંદન કરું છું હું માતને ને વળી મારા આ ગુજરાતને,
આભાર માનું એનો દિલથી જેણે મઠારી છે ગુજરાતી.