હું ગાયત્રી
હું ગાયત્રી
હું ગાયત્રી પટેલ સ્વભાવે હાસોટી
રાહદારી સુરતી મિજાજ ખળતી નદી છું,
શબ્દમાં ગાયત્રીની રચનાની વાણી છું,
શબ્દના સાહિત્યમાં વિચારે તો ઘણી સારી છું,
મારા ચહેરાને જોતા હું કામણગારી છું,
મારા શ્યામવર્ણ શ્યામની હું સજની છું,
શાયરીમાં કહું તો હું મનની વાંસળી છું,
વાતે વળગો તો હું શબ્દમાં લાગણી છું,
તોપણ હજી ય હું ક્યાંક તો અટકી છું,
સમય આવે ત્યાં જ ખબરની ભટકી છું.
