હું એક સ્ત્રી છું
હું એક સ્ત્રી છું
હું એક સ્ત્રી છું, સૌ કોઈ પર ભારી એવી ભારતીય નારી છું
હું સ્ત્રી છું તુલના ન કરી શકાય, એવી જગદંબા ભારતીય નારી છું
હું સ્ત્રી છું એક પ્રેમાળ પત્ની તરીકેની ફરજ નિભાવતી ભારતીય નારી છું
હું સ્ત્રી છું, પતિને સફળતાને શિખરે પહોંચાડતી ભારતીય નારી દુર્ગા છું
હું સ્ત્રી છું, સમય આવે રણચંડી બની સૌ કોઈ પર ભારી નારી છું
હું સ્ત્રી છું ભાઇના હાથે રાખડી બાંધી વીર પસલી લેતી એક બહેન છું
હું સ્ત્રી છું, અમૂલ્ય સંસ્કારોનો ખજાનો ધરાવતી ભારતીય નારી છું
હું સ્ત્રી છું પૃથ્વી પર તુલના ન કરી શકાય તેવી વંદનીય ભારતીય નારી છુ
