હું એક છોકરી
હું એક છોકરી
છું હું એક છોકરી,
જેના જન્મથી મરણ સુધી,
એ બીજાના નામે ઓળખાય છે.
ક્યારેક કો'કની દીકરી તો ક્યારેક કો'ક ની બહેન,
ક્યારેક કો'કની પત્ની તો ક્યારેક કો'કની વહુ,
પણ ક્યારે આપણે એને નામથી ઓળખીશુ?
એને પોતાની પણ એક ઓળખ છે.
હા એની પોતાની,
હા એના પણ સપના છે,
હા એની પણ ઈચ્છાઓ છે,
એની પણ અપેક્ષાઓ છે.
પણ ના એ તો છોકરી છે ને તો
એના કેવા સપના ?
એની કેવી ઈચ્છાઓ?
એની કેવી અપેક્ષાઓ ?
આ છે આપણાં સમાજની સમજ,
જે પોતાને તો બહુ જ સમજદાર માને છે.
હું આજની છોકરી છું
જ્યાં મારી પાસે પોતાના સપનાઓ પણ છે,
અને અપેક્ષાઓ પણ.
ઓળખાણ પણ છે અને ઈચ્છાઓ પણ.
હું સમજદાર પણ છું અને સમજાવી પણ શકું છું.
બોલી પણ શકું છું અને ચૂપ પણ કરાવી શકું છું.
હા પણ જો તમે સાથ આપશો મને,
તો આ સમાજને પણ સમજાવી શકું છું.
આવી જ અપેક્ષાની સાથે
હું કહું છુ કે
હા હું આજની છોકરી છું.
