ભૂલો
ભૂલો
ક્યારેક ક્યારેક ભૂતકાળમાં થયેલી આપણી ભૂલો,
આપણા ભવિષ્યને અને આપણા વર્તમાનને પણ બગાડી દે છે,
ત્યારે આપણને લાગે છે કે કાશ,
કે કાશ એ વાત નું માફી માંગી લીધી હોત તો,
માફી માંગી લેવાથી કદાચ,
તમારી ભૂલની કિંમત તો ના ચૂકવી શકાત પણ હા,
ભૂલ કર્યાની સમજ તો પડી જાત,
આપણી એક ભૂલ સામેવાળા માટે કદાચ,
જીંદગીની કસૌટી બની જાય છે.
જેના કદાચ આપણે વિલન બની ગયા હોઈ.
આપણે કરેલી દરેક નાની ભૂલ,
જે આજે નહીં તો કાલે સામે ચાલી ને આપણી સામે આવવાની જ છે,
ચાહે કે ના ચાહે, ચાહિયે કે ના ચાહિયે.
