આદત
આદત
કેહવાની જરૂર નથી,
કે તું મારી હતી ને હું તારો,
પણ હા સમજવાની જરૂર હતી મારે,
ખબર નહીં પ્રેમ કરતા કરતા,
ક્યારે તું મારી આદત બની ગઈ,
આદત પણ એવી કે એને છોડી ના શકાય.
આદત તો બસ આદત જ હોય છે,
જે ક્યારેય બીજા નું નથી વિચારતી,
બસ મારી જોડે પણ એવું જ થયું,
જયારે તું મારી આદત બની ને,
ત્યારથી તારા પાર મેં મારો અધિકાર સમજી લીધો,
અને એ અધિકાર ના અહંકાર મા,
મેં તારા પર ના બધા અધિકાર ખોઈ દીધા.
હા જાણું છું આ વાત ને,
અને હા સમજું પણ છું,
પણ શું કરું જયારે બધું છીનવઈ ગયું ત્યારે,
સમજ પડી મને મારી ભૂલ.

