બસ તારી વાત
બસ તારી વાત
એક ભૂલને કારણે થયેલ ગેરસમજને દૂર કરવા માંગું છું,
તને સમજાવા માંગું છું અને તને સમજવા માંગું છું.
તને કેહવા માટે તો એટલું બધું છે
કે તું સાંભળતા થાકી જઈશ,
પણ તને સાંભળવા માંગું છું.
બસ તારી વા જોઈ રહી છું.
બસ તું એક વાર મારી સામે જોઈ લે,
મારી વાત સાંભળી લે,
તારી વાત સંભળાવી દે ,
અને દૂર કરીયે એ ગેરસમજને
જે આપણને દૂર કરી રહી છે.
બસ તારી વાત જોઈ રહી છું.

