STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

હું છું આજના યુગની નારી

હું છું આજના યુગની નારી

1 min
686

હું છું એક સક્ષમ નારી

હું છું શક્તિની અવતારી

હું છું સહનશક્તિ કરનારી

હું છું આજના યુગની નારી...


હું છું અન્યાય સામે લડનારી

હું છું સ્વનિર્ભર બનનારી

હું છું મમતાની દેનારી

 હું છું આજના યુગની નારી...


હું છું જ્ઞાનની ગંગામાં વહેનારી

હું છું અવકાશમાં ઊડનારી

હું છું જંગમાં જઈ લડનારી

 હું છું આજના યુગની નારી...


હું છું હર ક્ષેત્રે આગળ વધનારી

હું છું ઘરની જવાબદારી સંભાળનારી

હું છું જગમાં સૌથી ન્યારી

 હું છું આજના યુગની નારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational