STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

હું બનીશ

હું બનીશ

1 min
251

તું વાંસળી બનજે, હું સૂર બનીશ,

તું ધૂન બનજે, હું તાલ બનીશ,


તું શબ્દ બનજે, હું વાચા બનીશ,

તું સરગમ બનજે, હું રાગ બનીશ,


તું સવાર બનજે, હું સાંજ બનીશ,

તું દિવસ બનજે, હું રાત બનીશ,


તું પ્રેમ બનજે, હું ચાહત બનીશ,

તું દિલ બનજે, હું દિમાગ બનીશ,


તું સાગર બનજે, હું નદી બનીશ,

તું મને સમાવજે, હું અવિરત વહીશ,


તું પ્રેમ કરજે, હું તારી પ્રેમિકા બનીશ,

તું નફરત કરજે, હું તારી નફરત સહિશ,


તું આ નિક્સને, પાગલ બનાવજે,

આ નિક્સ તારી, પાગલપ્રેમી બનશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance