STORYMIRROR

Deepa rajpara

Inspirational

4  

Deepa rajpara

Inspirational

હું ભારતીય મોટો

હું ભારતીય મોટો

1 min
259

લોકો વડે, લોકો દ્વારા ચાલે લોકશાહી, રાજ કરે લોકો

ભાષા, ભોજન અને પહેરવેશ, વૈવિધ્યનો અહીં ચોકો


તિરંગો મા ભારતીની શાન, ભારતીય ઓળખનો ચોલો

હોય ભલેને, વિધ વિધ પરિવેશ, મળે સૌને સમાન મોકો


જોવા મળે ન વિશ્વમાં બીજે અદ્વિતીય આ ભાઈચારો

હંસવૃત્તિ અહીં રગ-રગમાં વહે ચણતાં દિવ્ય મોતીચારો


સંસ્કૃતિ આ છે સનાતન, મા ભારતી કેરો ભવ્ય વારસો

છીનવી શકે નાં કોઈ, મળે ધૂળમાં જે લાખ કરે કારસો


રંગ કેસરિયા સંત વીરો, સુખ-શાંતીએ શ્વેત રંગ છવાયો

શ્રમની લીલુડી ચુનર ઓઢાડી કિસાને મા ભોમને સજાયો


વિવિધતામાં એકતા તણો વિશ્વમાં શોધ્યો ન જડે જોટો

વસુધૈવ કુટુંબકમ્ ભાવ હૈયે એવો ભારતીય જગમાં મોટો


આન, બાન, શાનને કાજ મરી ફિટવા સદાય તત્પર રહેતો

'દીપાવલી' પ્રત્યેક સંસ્કૃતિ પરંપરાને ભારતીય માન દેતો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational