હું અને તું
હું અને તું
તારા મસ્તિક પર લટકે મોરપંખ,
ને મારા લાલાટે લાલ કંકુનો ચાંદલો
જેમાં હું અને તું...
તારે હોઠેથી વાગે સૂર વાંસલડી,
ને મારે કાંઠેથી નીતરે મધુર સ્વર
જેમાં હું અને તું..
ચરણ થનગને છે તારા આ સમગ્ર બ્રહ્માંડે,
ને પાસ ઉભી તારા ખભે થળી પામું આનંદ,
જેમા હુંઅને તું..
બસ આ અંધેરી ગોઝારી કાળી રાત્રીને ચમકવતો તું,
ને રસ લઈ ઝીલીએ આપણ તું,
જેમાં રાધા હું અને કૃષ્ણ તું..
બસ, હું અને તું હું તમે તું
