Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Thriller Others

3  

Neeta Chavda

Thriller Others

હું આવી જ છું

હું આવી જ છું

1 min
205


રોજ જિંદગીથી ડરીને જીવું છું,

આંસુને પણ લોકોથી છૂપાવું છું..

કારણ કે હું આવી જ છું.. !


આજે પણ પોતાના હોય એમની નજીક રહેવા માંગું છું,

તૂટેલા સબંધોને પણ જોડવાં માગું છું..

કારણ કે હું આવી જ છું.. !


આઝાદીની પાંખોને ફેલાવ્યા વગર જીવું છું,

મર્યાદાની માયાજાળને પણ સ્વીકારું છું,

કારણ કે હું આવી જ છું.. !


બધાને ખુશ રાખીને જીવવા માગું છું,

કદાચ એટલે જ આ બધું અપનાવું છું,

કારણ કે હું આવી જ છું.. !


દુ:ખ ને પણ મારા હાસ્યથી છૂપાવું છું,

દુશ્મનને પણ પ્રેમથી આવકારું છું,

કારણ કે હું આવી જ છું.. !


બધાની જરૂરિયાતને હંમેશા સાચવી લઉં છું,

દરેક સંબંધ હૃદયથી નિભાવું છું,

કારણ કે હું આવી જ છું.. !


મારી ઈચ્છા ને મારા સપનાઓને ક્યારેક છોડી દઉં છું,

દરેકની ખુશીનો ખ્યાલ રાખું છું,

કારણ કે હું આવી જ છું.. !


દરરોજ નવાં સંઘર્ષની તૈયારીમાં રહું છું,

જિંદગી સાથે પણ લડવાની શક્તિ રાખું છું,

કારણ કે હું આવી જ છું.. !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller