હું આવી છું
હું આવી છું

1 min

182
મીઠી આ મોસમમાં,
હું વરસાદ બનીને આવી છું,
ઉજ્જડ વનમાં,
હું ગુલાબ બનીને આવી છું,
પતઝડ આ તારી જિંદગીમાં,
પ્રેમનો છંટકાવ કરવા આવી છું,
ઊંચા ઉછળતા મોજા સમાન મુસીબતોને,
હું ચટ્ટાન બની રોકવા જ આવી છું,
ખૂબસૂરતીની દુકાન ના કહી શકાય 'વ્હલા'
માનનાં સૌંદર્યનો ખજાનોજ હું સંગે લાવી છું,
પરિણામની ક્યાં કોઈ ચિંતા જ છે અમને,
'પ્રેમ'માં હું તો પારંગત થવા આવી છું.