STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

હું આવી છું

હું આવી છું

1 min
182

એક વાત લઈને આવી છું,

સ્મરણોની સૌગાદ લઈને આવી છું,


તારી મુલાકાતની વાત લઈને આવી છું,

વાતોમાં થોડી મીઠાશ લઈને હું આવી છું,


પસાર કરી હતી સાથે જે અણમોલ ક્ષણો,

એ મોંઘી મિલકત લઈને હું આવી છું,


સંબંધની દીવાલની તિરાડ પૂરવા,

સમજણની સિમેન્ટ લઈને હું આવી છું,


બસ નથી કરવી શબ્દોમાં વાતો,

આંખોમાં હજાર વાતો લઈને હું આવી છું,


ગઝલની નવી ભાત લઈને આવી છું

કહેવા હજાર વાતો શબ્દોની આખી જાન લઈને હું આવી છું,


શરીર તો નાશવંત છે,

આત્મા અમર છે,

બસ રૂહથી રૂહનો નાતો જોડવા હું આવી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance