STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Inspirational

હું આજની નારી

હું આજની નારી

1 min
136

 હું આજની નારી, નથી હું બિચારી,

એક એકલી સૌના પર પડી જાઉં ભારી,


હું સીતા બનીને અગ્નિ પરીક્ષા ન આપીશ

હું તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ,


હા જો તમે આપશો મને સહકાર,

તો હું આપી દઈશ તમારા જીવનને સુંદર આકાર,


તમે જો આપશો સાથ, તો બનાવી દઈશ સુંદર તમારા જીવનનો બાગ,

પણ જો છેડશો મને ગલત રીતે તો ભસ્મ કરી દઈશ તમને, બનીને હું આગ,


દ્રોપદી બની જાત ને દાવ પર હું નહીં લગાવીશ,

કરવા એનો સામનો ઝાંસીની રાણી જેવું ઝનૂન જગાડીશ,


ગાંધારી બની આંખે પટ્ટી હું ન બાંધીશ,

હા સ્વપ્નદ્રષ્ટા બની તમારા, હું ચોક્કસ સાથ આપીશ,


હું નથી બિચારી કે હું નથી અબળા,

હું તો છું એક સબળા,


ચાર દીવાલો છોડી ઊંચે આસમાનમાં વિહરીશ,

દુર્ગા બની જાતનું રક્ષણ હું જાતે જ કરીશ,


માતા બની વ્હાલ હું કરીશ, પત્નિ બની પ્રેમ પણ વરસાવીશ,

જરૂર પડે તો રણચંડી બની નરાધમોને હું પાઠ પણ ભણાવીશ,


કિરણ બેદી બની ગુનેગારોને હંફાવીશ,

હિમાલયના શિખર પર તિરંગો લહેરાવીશ,


હું આજની નારી, નથી બિચારી,

એક એકલી સૌના પર પડી જાઉં ભારી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama