STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

હથેળી

હથેળી

1 min
27.2K




હથેળીની રેખાઓને સમજવી નહી,

ચિંતા કરી જીંદગીને પજવવી નહી,


સમસ્યાઓ કોને નથી આ ભવમાં?

બૂમો પાડી પાડીને એને ગજવવી નહી,


સુખ દુઃખ ભેગા મનાવાય મિત્ર,

મુશ્કેલી એકલા ઉજવવી નહી,


થોડીક ક્ષણો રિસાય જાય તો,

રિસાવા દો, એને રીઝવવી નહી,


મળેલ પાત્રનો ઉત્તમ અભિનય કરવો,

નહીંતર આ જીંદગી ભજવવી નહી,


હથેળીની રેખાઓને સમજવી નહી,

ચિંતા કરી જીંદગીને પજવવી નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational