હસવું જરુરી.
હસવું જરુરી.
દુ:ખને દૂર કરવા હસવું જરુરી.
આનંદ ઉર ધરવા હસવું જરુરી.
આમ તો બધા જ રડે છે મૌન,
એટલું સમજવા હસવું જરુરી.
હાસ્ય ઈલાજ છે રામબાણ,
એ અજમાવવા હસવું જરુરી
આધાર મુસીબતોનો છે મન,
પ્રગતિ પંથે ચડવા હસવું જરુરી.
મળે છે બળ જીવન જીવવા,
આંસુ વિદારવા હસવું જરુરી.
કુદરતી બક્ષિસ માનવને છે,
પરા ઉચ્ચરવા હસવું જરુરી.
