હરિયાળી પૃથ્વી
હરિયાળી પૃથ્વી
ચલો આપણે પણ બની જઈએ વિદ્યાર્થી
આ વિદ્યાર્થીઓને જોઈને શીખીએ કંઈક !
શાળાનું પ્રોજેક્ટ કરે છે સૌ દીલ લગાવી
આપણે પણ કરીએ નવું આવું જીવનમાં.
કેવા હોંશથી સજાવે છે ચારેકોરથી એને
જાતજાતની સીડી લઈ દરેક વિદ્યાર્થીઓ
ઉગાડી વનસ્પતિ વેલ ને વૃક્ષો નવાનવા
પ્રાણવાયુ અર્પી કેવી હસાવે છે પૃથ્વીને !
ચલો આપણે પણ કરી દઈએ ખુશ એને
દેશ પરદેશ ને સ્વદેશની ભુમિને વૃક્ષોથી
ભરી દઈ કરી દઈએ આજ હરિયાળી !
ને ખુશીથી નાચી ઉઠશે અવનિ આજે.
