STORYMIRROR

Mahika Patel

Thriller

4  

Mahika Patel

Thriller

હરિનું ગાડું તું મને લઈ જા

હરિનું ગાડું તું મને લઈ જા

1 min
406

બેપરવાહ જ થઈને થોડું નજીવું બહુ જીવી લીધુને, ચાલ

લાગણીઓના આવેશને ઓગળી જવા દે બહુ થયું.


વિશ્વાસ અને શ્રધ્ધા એકમેકના સાથી, ક્યાં જઈશ શોધવા?

કચરા પર આંધળો વિશ્વાસ મૂકી હીરા ઝવેરાત મળી જશે?


થાક લાગે છે આ કોથળા જેવા શરીરનો ને, મુકત થવું છે,

બધા સંબંધથી અને પીગળી જવું છે મીણબત્તીની જેમ?


પ્રકાશિત થઈ એમ ખોવાઈ જવું છે ને જેમ, થોડી જ વારમાં

જાણે સવારના પહોરમાં પથરાયેલી ધુમ્મસની ચાદર હોય.


પડછાયનો પણ સાથ ના હોય એવી સચ્ચાઈ સાથે જીવવું છે?

વ્યક્તિના શરીર, મન અને હૃદયથી પાર નીકળી કોઈને મળવું છે?


જીવતી આજને કશે છુપાવી આપને, ઉલઝનથી મુક્ત થવું છે?

હે હરિ, ઉકળતાં તેલમાં તળાઈને ટળવળતી મુજને તારા આંગણે જવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller