હરેક જીવન છે એક કહાની
હરેક જીવન છે એક કહાની
પાણીના પરપોટા જેવું છે જીવન, એક દિન ફૂટી જઈશું,
જળમાં વિલીન થાશે આ સૌની કહાની,
જીવી લો હરેક ક્ષણ ને હરેક પળ ને મોજથી,
હૈયે રાખો મીઠાશને સુંદર રાખો તમારી વાણી,
મળી છે અદ્ભૂત ક્ષણો તો ઈતિહાસ રચી લો,
ક્ષણ ક્ષણ, પળ પળ છે કિંમતી દિલથી લ્યો એને માણી,
પસાર થયેલી ક્ષણો નહિ મળે તમને ફરી ફરી,
આ જીવન છે જાણે સરિતાના વહેતા પાણી,
યાદ કરે પળ પળ લોકો તમને તમારી વિદાય પછી,
એવા સત્કર્મોથી કરી લ્યો અદ્ભૂત કમાણી,
આંસુ લૂછી લોકોના કરો ખુશીની લ્હાણી,
બનાવી દો તમે સૌનું જીવન ઉજાણી,
દરેક વ્યક્તિની હોય છે એક કહાની,
કોઈની વ્યકત તો કોઈની અવ્યક્ત હોય છે જુબાની.
