STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

હૃદયના ભાવ

હૃદયના ભાવ

1 min
183

હદયના ભાવ ઊર્મિમાં ઝબોળી લઈને આવ્યો છું,

સિતારાઓ તમારી આ કહાણી લઈને આવ્યો છું.


દુઃખોના ન્હોરની મુખ પર નિશાની લઇને આવ્યો છું,

નિરસ, લાચાર, રડતી જિંદગાની લઈને આવ્યો છું.


હતાશા છે, નિરાશા છે, વ્યથા છે, આંખમાં પાણી,

બધા કરતાં અલગ હું આમદાની લઈને આવ્યો છું.


નથી ખુદ પર ભરોસો, હું ખુદા પર ક્યાં સુધી રાખું ?

જીગરમાં દર્દ આંખોમાં હું પાની લઈને આવ્યો છું.


છતાં કોઈને રડતો જોઈ મારી આંખ છલકાઈ,

જમાનો છે નવો , આદત પુરાની લઇને આવ્યો છું .


હું ચહેરા પર અલગ ચહેરો ચઢાવીને હસું કાયમ,

અતિશય વેદનામાં શાદમાની લઈને આવ્યો છું .


પહાડો સમ દુઃખોને વેઠવા લાવું ગજું ક્યાંથી ?

હું તેથી મૌનમાં દિલની જુબાની લઈને આવ્યો છું .


દુઃખોથી છૂટવાનો કોઇપણ રસ્તો નથી જડતો,

ઉંમરના બોજથી જર્જર જવાની લઈને આવ્યો છું.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational